જીતવું મહત્વ નું છે પણ કોઈ પણ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે 🙏
ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમજ છે... તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે... પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પાર કરી ગયો.... ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ... આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ... એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આ...