કશ્મીર ફાઈલ્સ 🙏


             કશ્મીર ફાઇલ્સ🙏


પહેલાં ક્યારેય જાણીજોઈને કશાયનો પ્રચાર નથી કર્યો, પણ આજે કરવો છે.

 *દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કશ્મીર ફાઈલ્સ 11મી માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે.*

એ જરૂર જોજો. ઓટીટી પર નહીં, થિયેટરમાં જઈને જોજો. ખુલ્લા પ્રચાર પાછળ કેટલાંક ખાસ કારણો છેઃ


૧. કાશ્મીરી પંડિતોની વેદનાને અવાજ આપતી આ ફિલ્મ લોકો સુધી ન પહોંચે એમાં ઘણાં સ્થાપિત હિતોને રસ છે.*

૨.આ ફિલ્મ ધાર્મિક ત્રાસવાદના નકારની આંખમાં આંખ નાખીને અપાયેલો જવાબ છે.* 

                   એટલે જ 

*સેક્યુલરોએ એની રિલીઝ રોકવા અદાલતમાં જાહેર હિતની અરજી કરી છે.


*આઘાતજનક વાત તો એ છે કે*

 *વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ એક ઓટીટી પ્લૅટફૉર્મને ઑફર કરી ત્યારે એ લોકોએ વિવેકને કહ્યું કે*

 *કાં તમે ત્રાસવાદની આગળથી ઈસ્લામિસ્ટનું વિશેષણ કાઢી નાખો કાં હિંદુ ત્રાસવાદની વાત પણ કરો.*

 ઓટીટી કંપનીની આ ઑફરને ડિકન્સ્ટ્રક્ટ કરો તો સમજાશે કે આપણાં આંખકાનને કેવાં જુઠ્ઠાણાં જોવા-સાંભળવાની આદત પાડવામાં આવી છે. આઈરની એ વાતની છે કે મોદીનાં જુઠ્ઠાણાં જાહેર કરવા ઔદ્યોગિક સ્તરના પ્રયાસો કરતા સત્યવાદીઓને આવાં, આપણી ગંભીર સિવિલાઇઝેશનલ સમસ્યાઓને લગતાં તથ્યો, મકોડાના ડંખ જેટલાં પણ કનડતાં નથી.   


*બીજું, ફિલ્મ જોયા વિના અપપ્રચાર થઈ શકે તો પ્રચાર કેમ નહીં?*

                    જી,

 *કશ્મીર ફાઇલ્સ ફિલ્મનો અપપ્રચાર એનડીટીવીએ કરેલો. એ પણ ફિલ્મ જોયા વિના. આ ભાંડો ઑપઇન્ડિયા ન્યુઝ પોર્ટલે ફોડ્યો હતો.* 

                 વાત એમ હતી કે

 *એનડીટીવીએ મહિનાઓ પહેલાં કશ્મીર ફાઇલ્સનું પેજ બનાવીને એમાં લખ્યું હતું: ‘વિવેક અગ્નિહોત્રીની પ્રોપેગેન્ડા ફિલ્મ’.*

              અગેન, 

*શૉકિંગ વાત એ છે કે એ વખતે હજી કશ્મીર ફાઇલ્સનું ટ્રેલર પણ રિલીઝ નહોતું થયું.*

 *મતલબ ટ્રેલર સુધ્ધાં જોયા વિના એનડીટીવીએ એ ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મમાં ખપાવી દીધી હતી.*

 આ શકુનિછાપ કુટિલતા પાછળનો હેતુ વાચકોના મનમાં ફિલ્મ વિશે નકારાત્મકતા ભરીને એમને ફિલ્મથી દૂર રાખવાનો હતો.

 *આખરે, ઑપઇન્ડિયાએ આ વાત ઉઘાડી પાડી ત્યારે એનડીટીવીએ ચુપચાપ એ પેજ પરથી પ્રોપેગેન્ડા શબ્દ કાઢી નાખ્યો.

આવું કપટ કોઈ વ્યક્તિ કરે તો હજી સમજી શકાય, પણ કોઈ મીડિયા હાઉસ કઈ રીતે કરી શકે? 

*એમાંય બીજી ટીવીચૅનલોને ગોદી મીડિયા કહીને પત્રકારત્વની નૈતિકતાનાં ભાષણો આપતું એનડીટીવી જેવું મીડિયા હાઉસ આવો પ્રપંચ કઈ રીતે કરી શકે?* 

જોકે એ પણ હકીકત છે કે આવા પ્રપંચો હવે બહુ થાય છે. કાશ્મીરમાં 1990માં જે થયું એને દેશભરનાં કથિત સેક્યુલર રાજકીય પક્ષો અને મીડિયાએ સતત છાવર્યું છે. 

*બિલકુલ બગડેલા દીકરાનાં પાપ છાવરતાં મા-બાપની જેમ.*


આવું જ બૉલીવુડે પણ કર્યું છે. બૉલીવુડે કાશ્મીર પર દિલજલે, રોજા, મિશન કશ્મીર, હૈદર અને શિકારા જેવી ઘણી ફિલ્મો બનાવી છે, પણ એ ફિલ્મોમાં કાશ્મીરી પંડિતોની વ્યથાકથા હતી જ નહીં અને જો હતી તો એમાં નકરું સેક્યુલર મોણ નાખીને એની તીવ્રતા ઓછી કરી દેવાઈ હતી. 

*હવે વિવેકની કશ્મીર ફાઇલ્સમાં પાંચ લાખ જિંદગીઓને જડમૂળથી ઉખેળી નાખનાર કરુણાંતિકાની સાથેસાથે એને માટે જવાબદાર પરિબળો દર્શાવવાની ઈમાનદાર કોશિશ થઈ છે.*

 એ પણ ત્રીસ વર્ષમાં પહેલી વાર. એટલે પણ ફિલ્મ વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે. 


કોઈને એવો સવાલ થાય કે ઈમાનદાર કોશિશ છે કે નહીં એ ફિલ્મ જોયા વિના કેવી રીતે ખબર પડે તો એને એટલું જ કહેવાનું કે 

*વિવેક અને એની પત્ની પલ્લવી જોશીએ આખી દુનિયામાં પથરાયેલા*

 *પંડિતપરિવારોને મળીને કુલ 700 પીડિતોની જુબાનીના વિડિયો રેકૉર્ડ કર્યા છે.*

 *એ જુબાની પણ એવી પેઢીની છે, જેણે નાનપણમાં પોતાની આંખે પોતાનાં સ્વજનોને બળાત્કારનો ભોગ બનતાં કે કપાઈ જતાં જોયાં છે.*

 આ જુબાનીના આધારે ફિલ્મની વાર્તા ઘડાઈ છે. એટલે ફિલ્મ એસ્થેટિકલી કે ટેક્નિકલી નબળી હોઈ શકે, પણ એની ઈમાનદારી વિશે શંકા કરી શકાય તેમ નથી.


આશ્ચર્યની વાત એ છે કે પશ્ચિમમાં હોલોકોસ્ટને નકારતા લોકો સામે આખું પશ્ચિમ એક થઈ જાય છે અને નિયો નાઝીઓને શરમમાં નાખે છે, પરંતુ આપણે ત્યાં તો ઊલટાનું ખલનાયકોને નાયકો બનાવી દેવાની કોશિશો થતી રહી છે. ધર્મઝનૂની માનસિકતાનો બચાવ કરવા સૈન્ય પર દોષ ઢોળવામાં આવ્યો છે. પંડિતોને રાતોરાત ભગાડી દેવાનું આળ તત્કાલીન ગવર્નર જગમોહન પર નખાયું છે. પંડિતોને શોષક અને સ્થાનિક કટ્ટર મુસ્લિમોને શોષિત કહીને ત્રાસવાદને જસ્ટિફાઈ કરવાના પ્રયાસ થયા છે. ત્રાસવાદીઓને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ સાથે સરખાવાયા છે. 

*અરે, સર્વોચ્ચ અદાલતે પણ ગુનેગારો સામે કેસ ચલાવવાની ના પાડી દીધી હોવાથી પંડિતો માટે ન્યાયનાં દ્વાર પણ બંધ થઈ ગયાં છે.*


આવી સ્થિતિમાં કાશ્મીરની આઝાદીના મહોરા પાછળ છુપાયેલો ઈસ્લામિસ્ટ ટેરરિઝમનો ચહેરો દર્શાવતી એક ફિલ્મને પણ જો આપણે સાંખી ન શકીએ તો ફ્રીડમ ઑફ સ્પીચની વાતો કરવાનો શો અર્થ છે? 

*આથી જ ભલામણ છે કે ન્યાય, સમાનતા, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા ઈત્યાદિ મૂલ્યોમાં માનતા નાગરિકોએ આ ફિલ્મ જોવી જોઈએ, કારણ કે એ અનેક નૅરેટિવ્સના થરો હેઠળ દબાઈ ગયેલા સત્યનું ઉત્ખનન છે.*

 પારકા યુદ્ધમાં અને ચૂંટણીઓના ચટકારામાં આ સત્યની અવગણના ન થાય એ જોજો. 


Comments

Popular posts from this blog

#Positive Self Talk#akasPatel Talk#❤️

હુ ને મારી વાતો